`પ્લાસ્ટિક લાવો અને ચોખા લઈ જાવ`, કોરોનાકાળમાં હવે આ સ્કિમ બની લાઈફલાઈન!
સમગ્ર દુનિયામાં ફેલાયેલી ઘાતક મહામારી એટલે કે કોરોનાએ સૌનું જીવન બદલી નાખ્યું છે. લોકોના જીવને પડકારનાર મહામારીએ અનેકના જીવ લીધા. અનેક લોકોએ નોકરી ગુમાવી. તો અનેક લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થયા. આ વચ્ચે લોકોએ મહામારી સામે લડવા અનેક ઉપચાર કર્યા. આવી જ રીતે ઈન્ડોનેશિયામાં કોરોના મહામારી સામે જજુમ્યા બાદ ત્યાંના એક નોન પ્રોફિટ ગ્રુપે લોકોને એક અતિ ઉપયોગી ઓફર આપી. જેનાથી લોકો ખુબ ફાયદો થયો. આવો જાણીએ સંપૂર્ણ માહિતી.
નવી દિલ્લીઃ સમગ્ર દુનિયામાં ફેલાયેલી ઘાતક મહામારી એટલે કે કોરોનાએ સૌનું જીવન બદલી નાખ્યું છે. લોકોના જીવને પડકારનાર મહામારીએ અનેકના જીવ લીધા. અનેક લોકોએ નોકરી ગુમાવી. તો અનેક લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થયા. આ વચ્ચે લોકોએ મહામારી સામે લડવા અનેક ઉપચાર કર્યા. આવી જ રીતે ઈન્ડોનેશિયામાં કોરોના મહામારી સામે જજુમ્યા બાદ ત્યાંના એક નોન પ્રોફિટ ગ્રુપે લોકોને એક અતિ ઉપયોગી ઓફર આપી. જેનાથી લોકો ખુબ ફાયદો થયો. આવો જાણીએ સંપૂર્ણ માહિતી.
કોરોનાને કારણે ઈન્ડોનેશિયાના બાલીમાં સુવેનીર નામની દુકાનના માલિક કડેક રુપત માટે છેલ્લા 2 વર્ષ એકદમ પડકારજનક રહ્યાં. જેઓ સામાન્ય રીતે ઈન્ડોનેશિયન રિસોર્ટ ટાપુ પર આવતા હોય છે તેમને કોરોનાને કારણે અટકાવવામાં આવ્યા હતા. જેના પરિણામે ખાદ્ય વસ્તુઓના ભાવ વધ્યા સાથે જ આર્થિક પીડામાં વધારો થયો. જો કે આવા લોકોની મદદ કરવા માટે એક સ્થાનિય નોન-પ્રોફિટ ગ્રુપે એક એવી ઓફર કરી જેને લોકોએ સ્વીકારી લેતા તેમના જીવન ફરી જગમગી ઉઠ્યા. આ નોન-પ્રોફિટ ગ્રુપ લોકો પાસેથી પ્લાસ્ટિક ખરીદે છે અને તેની સામે લોકોને ચોખા(Rice) આપે છે. એકત્રિત કરાયેલા પ્લાસ્ટિકને રિસાઈક્લિંગ માટે મોકલી દેવામાં આવે છે. શોપના માલિક રુપતે જણાવ્યું કે આજે તમામ લોકો અને અર્થતંત્ર માટે એક-એક પ્લાસ્ટિકનો ટુકડો કિંમતી છે. કારણ કે 4 કિલો પ્લાસ્ટિક સામે તેમને 1 કિલો ચોખા આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ચોખાના ભાવ 15,000થી 20,000 રૂપઈયા(Rupiah) છે એટલે કે 1.05-1.40 ડોલર પ્રતિ કિલો. સ્થાનિક લોકોનો અંદાજ છે કે ચાર જણનું કુટુંબ દરરોજ લગભગ બે કિલો ખોરાક લે છે, તેથી વેપાર-ધંધાના પ્રયત્નો યોગ્ય છે.બાલી પ્લાસ્ટિક એક્સચેંજને ગત વર્ષના મે મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક એક્સચેંજને I Made Janur Yasaએ શરૂ કર્યું હતું. તેમના વેગન રેસ્ટોરેન્ટને કોરોના મહામારી દરમિયાન ભારે ખોટ થઈ હતી. 55 વર્ષીય વ્યક્તિએ જણાવ્યું કે જણાવ્યું હતું કે તેના પ્રોજેક્ટ પાછળનું મુખ્ય હેતુ બાલીમાં તેના ગૃહ પ્રાંતમાં સમુદાયોને ભોજન પૂરું પાડવા અને પર્યાવરણને સુધારવાનો હતો. સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા 2019ના અભ્યાસ અનુસાર, ઈન્ડોનેશિયા મહાસાગરોમાં પ્લાસ્ટિક પ્રદૂષકોમાં વિશ્વનું બીજું સૌથી મોટું યોગદાન આપનાર દેશ છે. વ્યક્તિ કેટલો પ્લાસ્ટિક કચરો લાવી શકે તેની કોઈ મર્યાદા નથી, જોકે આયોજકો લોકોને તેમના પોતાના પડોશમાંથી કચરો એકત્રિત કરવા પ્રોત્સાહિત કરે છે. આ પહેલ અંતર્ગત 200 ગામના 40,000 પરિવારોને ફાયદો થયો છે. એટલું જ નહીં આ પહેલ થકી 600 ટન પ્લાસ્ટિકને રિસાઈકલ કરવામાં આવ્યું છે. પહેલ શરૂ કરનાર યાસાએ જણાવ્યું કે તેઓ આ પહેલને અન્ય દેશોમાં પણ ફેલાવવામાં માગે છે, જેથી સ્વચ્છતા બની રહે તેમજ પ્લાસ્ટિકનો ફરી યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે.